જખાૈના શેખરણપીર પાસેથી ચરસના વધુ ત્રણ પેકેટ મળ્યા

સરહદી જખૌથી કોટેશ્વર સામેના ક્રીક વિસ્તાર સુધી વેરાયેલા પડેલા ચરસના બિનવારસુ પેકેટો મળવાનો 19 દિવસ પૂર્વે શરૂ થયેલો સીલસીલો રવિવારે પણ જારી રહ્યો હતો. બી.એસ.એફ.ની ટૂકડી ક્રીકોમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બપોરે વધુ ત્રણ પેકેટ જખાૈ સમીપે શેખરણપીર ટાપુ પર હાથ લાગ્યા હતા. એ સાથે વિવિધ એજનસીઓએ રેઢા પકડેલા પેકેટોનાે આંક 67 પર પહોંચ્યો છે. એજન્સીના સુત્રોના જણાવ્યા પ્રમાણે શેખરણપીર બેટ અને તમામ ક્રીકોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને વધુ પેકેટ મળતા રહેવાની શક્યતા છે.બી.એસ.એફ. રાજ્ય એસ, કચ્છ પોલીસની એસ.ઓ.જી., નેવલ ઇન્ટેલીજન્સ જેવી વિવિધ એજન્સીઓ અલગ અલગ વિસ્તારોમાંથી ચરસના એક સરખા પેકેટસ પકડી પાડ્યા બાદ તમામ સુરક્ષાઓ ‘સમૂહ મંથન’માં મચી પડી છે. ગુપ્તચરઓ એ કયાસ લગાવી રહી છે કે કેફીદ્રવ્યનો જથ્થો કચ્છના આ પશ્ચિમિ તટ પર ક્યાંથી અને કેવી રીતે આવ્યો. જાણકારોના કહેવા પ્રમાણે જૂન માસમાં દરિયામાં મોટા મોજા આવે છે. ભરતી સમયે આવા પેકેટો કિનારા પર આવી જતા હશે, એટલે સુરક્ષા એજન્સઓ ઓટના સમયે બેટ, ક્રીક અને કિનારા પર વધુ શોધખોળ પર ધ્યાન આપી રહી છે.ચરસનો જથ્થો બોટમાં લઇ જતા ડ્રગ માફિયા કે હેન્ડલર દૂરથી ભારતની કોઇ એજન્સીની પેટ્રોલીંગ બોટને જોઇને ભાગી હોય અને ડ્રગ સાથે કદાચ પકડાઇ જાય તો વધુ સજા થાય એ વિચારે પેકેટ્સ આંતર રાષ્ટ્રીય જળ સીમા નજીક અથવા અરબી સમુદ્રમાં ફેંકી દીધાે હોય, જે ક્રીક સુધી તણાઇ આવ્યો હોય એવી શક્યતા વિશેષ છે. બીજી સંભાવના એવી પણ જોવાઇ રહી છે કે ચરસ લઇ જતી મોટી બોટ સમુદ્રમાં ડૂબી ગઇ હોય અને પેકેટ કચ્છના કાંઠે પહોંચ્યા હોય.કચ્છના ક્રીક વિસ્તારમાંથી મળી રહેલા ચરસના પેકેટો પાકિસ્તાનમાંથી મોકલાયા હોવાનું મનાય છે, પરંતુ કચ્છમાં આ રીતે છૂટાછવાયા પેકેટસના ખબર જાણીને ત્યાંના સત્તાધીશોએ પોતાના તમામ બંદરેથી નીકળતા માછીમારોને તાકીદ કરી છે કે તેમને પેકેટ મળે તો જાણ કરે !