લોકડાઉનને કારણે લાંબા સમયથી શિક્ષણ કાર્ય ઠપ પડ્યું છે તેવામાં ગુજરાત સરકારના લેવાયેલા મહત્વપૂર્ણ નિયમોનું કેટલીક સ્કૂલો દ્વારા અવગણના

લોક ડાઉન દરમિયાન સ્કૂલ તેમજ ધંધા રોજગાર 3 મહિનાથી બંધ હોવાને કારણે ગુજરાત સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં 3 મહિના સ્કૂલ ફી નહીં લેવાનું પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો અમુક સ્કૂલ આ નિર્ણયથી જાણે અજાણ હોય તેવું લાગી રહ્યું છે અને વાલીઓ ને ફી ભરવા માટે સ્કૂલો દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે. તો અમુક સ્કૂલોએ તો હદ મૂકી દીધી છે .ગયા વર્ષ કરતાં આ વર્ષે ફીમાં વધારો પણ કરી નાખ્યો છે . ટૂંક સમયમાંજ સ્કૂલો શરૂ થવાની છે તો ગુજરાત સરકારના નિયમનું સ્કૂલો પાલન કરે તે જરૂરી બન્યું છે. આ બાબતે શિક્ષણ અધિકારી યોગ્ય તપાસ હાથ ધરે તે ઈરછનિય છે. જો આ બાબતે તપાસ થાય તો વિધાર્થીઓના વાલીઓને રાહત મળે તેમ છે. રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,કોરોના વાયરસ ફાટી નીકળવાની તંગી વચ્ચે, ગુજરાતમાં ખાનગી શાળાઓ આગામી શૈક્ષણિક વર્ષમાં ફીમાં વધારો કરશે નહીં અને માતા-પિતાને છ મહિનામાં પોતાની સુવિધા પ્રમાણે ફી ચૂકવવાની રાહત આપશે, એમ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.માર્ચ એપ્રિલ અને મે મહિનાની ફી પણ ભરવા સ્કૂલો દબાણ નહીં કરી શકે તેવા નિર્ણયો લેવાયા હતા.