માધાપરમાં નદીમાંથી નંદીને બચાવાયો

માલિક દ્વારા જરુરી ઉપયોગ પછી તરછોડીને રખડતા છોડી દેવાતા ગોવંશની દયનીય હાલતનો વધુ એક બનાવ માધાપર ગામે બન્યો હતો. એક બિમાર નંદી ગામની નદીના પુલ નીચે જઇને બેભાન બની જતાં ગામનાં નિલકંઠ ગોસેવા યુવક મંડળના યુવાનો દ્વારા મોટી ક્રેન મશીન દ્વારા આ ભારી નંદીને બહાર કાઢીને જરુરી સારવાર કરવામાં આવી હતી. બનાવ સ્થળે એ પણ ચર્ચા હતી કે બેદરકાર ગ્રામજનો દ્વારા નદીમાં નખાતો એંઠવાડ સહિતનો પ્લાસ્ટિકનો કચરો પણ ગોવંશની આવી દયનીય સ્થિતિમાં સૌથી મોટો કારણભૂત છે. મિતભાઈ દ્વારા ક્રેન મશીનની નિ:શુલ્ક સેવા અપાઇ હતી.