કોટડા (જ) પાસે શ્વાનના લીધે કાર ઝાડીઓમાં ઉથલી : 3 ઘાયલ

મફતનગર પાસે કાર સામે કૂતરું આડુ પડતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો. કાર પલ્ટી ખાઇ જતાં પ્રવાસીઓ ઘાયલ થયાં હતાં. કારમાં ત્રણ લોકોને અસ્થિભંગ જેવી ઇજા થઇ હતી, જેઓને 108ની મદદથી નખત્રાણા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં