મસ્કામાં ગોળીબાર કરી યુવાનની હત્યા કરનાર જબ્બે

તાલુકાના મસ્કા ગામની પાદરે ધોળા દિવસે બંદૂકની ગોળીએ જમીન દલાલીની અદાવતમાં આશિષ જોશીની એક વર્ષ પહેલાં હત્યા કરવાના સનસનાટી ભર્યા કિસ્સામાં એટીએસએ ચોક્કસ બાતમીના આધારે હત્યારા આરોપી સુખજીન્દરસિંઘને દબોચી લીધો છે. ગત 14 જૂન 20૧૯ના મસ્તાના આશાસ્પદ યુવાન આશિષ જોશીની બે બાઇક સવારોએ ધનાધન ગોળી છોડીને ફિલ્મી ઢબે સરાજાહેર હત્યા નિપજાવી હતી. આ કેસમાં છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દૂર આરોપીને ઝડપી લેવા પોલીસ છેક પંજાબ સુધી ગઈ હતી પરંતુ આરોપી ચકમો આપીને ફરાર થઈ જતો હતો. આરોપી સુખજીન્દરસિંઘ હુજરાસિંઘ જાટ (પંજાબી) રહે મુળ માંડવી મહેરાજ ભટીંડા પંજાબવાળો આશિષની હત્યા કરી ફરાર થયા બાદ આરોપી કચ્છમાં આવતો હોવાની બાતમી મળતા એટીએસની ટીમ આરોપીને ટ્રેસ કરી સામખીયાડી ટોલનાકા આગળથી પકડી પાડ્યો હતો. આગળની વધુ કાર્યવાહી માટે પશ્ચિમ કચ્છની સ્પેશીયલ ઓપ્રેશન ગૃપને તપાસ સોંપવામાં આવી છે. આરોપી 2008ની સાલમાં આર્મએક્ટ ના અગાઉ ગુનામાં પકડાયો છે. પંજાબથી કચ્છમાં પ્રવેશ કરતા પહેલા એટીએસના પોલીસ અધિક્ષક દીપેન ભડીનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. પરમાર, પોલીસ ઇન્સ્પેટર આર કે રાજપૂત પીએસઆઇ એમ.બી ગઢવી,,તથા એમ કે ઓઝાની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું.