કોરોના વાઇરસની મહામારીના વચ્ચે ઘણી સંસ્થાઓ અને દાતાશ્રીઓ દ્વારા નિ : શુલ્ક માસ્ક નું વિતરણ લોકોને કરાયું છે તેવામાજ કેરા ગામે દાતા શ્રી HJD કોલેજ ના ચેરમેન જગદીસભાઈ હાલાઈ દ્વારા કેરા પંચાયત PSC તેમજ દુકાનોમાં માસ્કનું વિતરણ કરાયું હતું.જેમાં તાલુકા પંચાયત ના અધિક્ષક મદદનિશ ઇન્જીનીયર સંજય ભાઈ ચૌધરી ના હાથે આ માસ્કનું વિતરણ કરાયા હતા.
આ નિમિતે કેરાના સરપંચ શ્રી દિનેશભાઈ હાલાઈ અને તલાટી વાઘેલા સાહેબ તેમજ બળુભા જાડેજા ઉપસ્થિતિ રહ્યા હતા.આમ માસ્ક વિતરણ અંગે ઘણા દાતા શ્રીઓ આગળ આવ્યા છે ત્યારે જગદીસભાઈ હાલાઈ દ્વારા પણ આ સરહાનીય કામગીરી કરવામાં આવી હતી.