જખૌ દરિયામાં માછીમારોને આ વર્ષે માત્ર ર૦થી ૩૦ ટકા માછલી મળી

સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે વૈશ્વિક મંદી છે. જખૌના માછીમારોને પણ તેની અસર થઈ છે. કોરોના ઉપરાંત બે વખત વાવાઝોડા સહિતની મુશ્કેલીઓના કારણે આ વર્ષે માછીમારોને ૭૦થી ૮૦ ટકા જેટલી નુકસાની ગઈ હોવાનો અંદાઝ છે. માછીમાર આગેવાનોના જણાવ્યા અનુસાર આ વર્ષે માછીમારોને માંડ ર૦થી ૩૦ ટકા જેટલો વ્યવસાય થયો છે.વર્ષ ૨૦૧૯-૨૦ માછીમારો માટે અત્યાર સુાધીનો સૌથી ખરાબ વર્ષ સાબીત થયો છે. આ વર્ષે માછીમારોને ૭૦ થી ૮૦ ટકા નુકશાની થવા પામી છે. જુનમાં વાયુ વાવાઝોડાના પગલે માછીમારી કરવા દરિયામાં ગયેલા તમામ ને પાછા બોલાવી લેવામાં આવ્યા તેમજ દક્ષિણ ગુજરાતમાં અડાધા સપ્ટેમ્બરાથી વધુ દિવસો વરસાદ ચાલુ રહ્યો હતો. ત્યારબાદ માછીમારો પાછા દરિયામાં ગયા ત્યારે વાયુના કારણે માછલીઓ દરિયાના ઉડાં પાણીમાં જતી રહી હતી. જેના કારણેમાછીમારોને માછલીનો પુરતો જથૃથો મળ્યો ન હતો અને માછીમારોને મોટી નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ આ વરસે અબડાસામાં ભારે અને લાંબો સમય ઠંડી પડવાના કારણે માછીમારોએ હાલાકી વેઠવી પડી હતી. અબડાસા વિસ્તારમાં આ વર્ષે અડાધા માર્ચ સુાધી ઠંડી ચાલી હતી. જોકે માર્ચ પછી માછીમારો ભારે ગરમીની આશા લગાવી બેઠા હતા. તેની વચ્ચે કોરોના સંક્રમણના પગલે સરકાર દ્વારા થોડા સમય માટે દરિયા ખેડવાની માછીમારોને મંજુરી આપવામાં આવી ન હતી. મંજુરી મળી અને માછીમારો દરિયામાં જ હતા તેની વચ્ચે સરકારના નવા પરિપત્ર મુજબ ૩૧ મી મેના સિઝન બંધ કરવાનો આદેશ થયો. જોકે આની વચ્ચે નિસર્ગ વાવાઝોડાની શક્યતાના પગલે ચારેક દિવસ પુર્વ જ તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવતા મોટી નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. હવે આગામી ૧ ઓગષ્ટાથી માછીમારીની નવી સીઝન શરૃ થવાની છે. તે પહેલા સરકાર દ્વારા માછીમારોને આિાર્થક રાહત આપવામાં આવે તેવી માંગ આ બાબતે જખૌ માછીમાર અને બોટ એસોના પ્રમુખ અબ્દુલશા પીરજાદા દ્વારા કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા માછીમારી સિઝનમાં કરેલા ફેરફાર મુજબ ૧૦ જુનાથી ૧૫ ઓગષ્ટ સુાધી સીઝન બંધ રહેતી હતી જે હવે એક જુનાથી ૩૧ જુલાઈ સુાધી સીઝન બંધ રહેશે. આ સીઝનના સમયગાળામાં સાઉાથની સરકારે ૧૫ દિવસનો વાધારો કર્યો છે. જ્યારે ગુજરાત સરકારે ૫ દિવસનો વાધાર્યો હોવાથી ગુજરાત રાજ્યમાં પણ માછીમારીની સીઝનના સમયમાં ૧૫ દિવસનો વાધારો કરાય એવી લાગણી સાથે માંગણી વ્યક્ત કરી છે. માછીમારીની સીઝન પુર્ણ થતા જખૌ બંદરે જેટી પર લાંગરેલી બોટોનું માછીમારો સમારકામ કરી રહ્યો છે. જેાથી સીઝન શરૃ થાય ત્યારે કોઈ મુશ્કેલી ન સર્જાય