નમાજમાં સામાજિક અંતર જાળવવા ચોકઠા બનાવાયા

પાંચ ટાઈમની નમાજ અદા કરવાનો પ્રારંભ થતા માંડવીની ફિરદોસ મસ્જિદમાં કોરોના વાયરસને લઇને સામાજિક અંતર જળવાય તે માટે સો લોકોની ક્ષમતા ધરાવતી મસ્જિદમાં માત્ર ચાલીસ લોકો સમૂહ નમાજ અદા કરી શકે તેવા આશયથી ચોરસ ચોકઠાં બનાવવામાં આવ્યા છે. શહેરની લાકડા બજારમાં આવેલી મસ્જિદ ફિરદોસને સંપૂર્ણ રીતે સેનીટાઇઝ કરવામાં આવી છે. મસ્જિદ કમિટી દ્વારા જાહેરનામાનો અમલ કરતાં, ચાલીસ ટકાની હાજરીમાં સમૂહ બંદગી કરવામાં આવે તે રીતે પાંચ સમયની નમાજ અદા કરવા માટે સામાજિક અંતર સાથે નિયમો બનાવવામાં આવ્યા છે. હાલે કોરોનાનું સંક્રમણ દિવસા-દિવસે વધી રહ્યું છે ત્યારે માંડવીની મસ્જિદ કમિટીએ મહામારીને મ્હાત આપવા માટે અનોખો રાહ ચીંધ્યો છે.