ભુજ શહેર ના ઐતિહાસિક રામકુંડ માં ગટર ના પાણી વહેતા નગર પાલિકા ની બેદરકારી સામે આવી

ભુજ શહેર માં આવેલ રામકુંડએ ઘણો ઐતિહાસિક છે, તો આ રામકુંડની અંદર જાણવા મળતી વિગતો અનુસાર જ્યાં ચોખ્ખું પાણી હોવું જોઈએ તે બદલ ગટરના પાણી વહે છે,

જેથી આ રામકુંડની શોભા ખોરવાઈ ગઈ છે ન,પા. તંત્ર ભુજમાં સ્વછ્તા ને લઈને તદન નિષ્ફળ તો ગયું છે,પરંતુ આ રામકુંડ ની અંદર જો આવા ગટરના પાણી વહેતા હોય તે ઘણી શરમજનક બાબત કહી શકાય અહી જે લોકો આ રામકુંડ ની મુલાકાત લેવા આવે છે,તે લોકો પણ આ ગટર ના પાણી જોઈને તે લોકો ચાલ્યા જાય છે,આમ આ ઐતિહાસિક એવા આ રામકુંડ ની હાલત પહેલા જેવી હતી તેવીજ છે,હવે બસ જોવાનું એ રહેશે કે ન,પા,તંત્ર ક્યારે ઉઘમાથીજાગીને આ કુંડની સફાઈ કરે છે, જો આમ નહીં થાય તો ભુજ માં જે ઐતિહાસિક સ્થળો છે,તેનોકોઈ સ્મારક નહીં રહે
રિપોર્ટ બાય : કરણ વાઘેલા ભુજ