ભુજના પ્રમુખસ્વામીનગર માં એક કોરોના પોઝીટીવ કેસ નીકળતાં હડકંપ

આ અંગે જીલ્લા વિકાસ અધીકારી પ્રભવ જોષીએ જણાવ્યુ હતું કે આજે કચ્છ જીલ્લામાં બે પોઝીટીવ કેસો નોંધાયા છે જેમાં ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતા 47 વર્ષીય જીગર ભટ્ટ નામના યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે તે ડ્રાયવર છે અને થોડા દીવસ પહેલા અમદાવાદ ગયો હતો.તેને બે ત્રણ દિવસથી તાવ અને શરદીની ફરીયાદ હોતા તેના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ જેમાં આજે તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.આ યુવાન પહેલાથી જ આરોગ્ય વિભાગની રડારમાં હોવાનું જીલ્લા વિકાસ અધીકારીએ જણાવ્યુ હતું.ભુજમાં વધુ એક કોરોનાનો કેસ નીકળતાં હડકંપ મચી ગયો હતો. તેને બે-ત્રણ દિવસથી શરદી-તાવની તકલીફને કારણે આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલનો આજે પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય તંત્રે હોસ્પિટલાઈઝ કરવાની જ્યારે આ વિસ્તારના સુધરાઈ સભ્ય સેનિટેશન સમિતિના ચેરમેન હોવાથી તાત્કાલિક સેનિટાઈઝેશન કામગીરી આરંભાઈ હતી