ભાવનગરમાં ગણતરીની કલાકોમાં ડીકીમાંથી રૂ.૧,૫૧,૦૦૦ની ચોરી કરનાર આરોપી ને ઝડપવા માં આવ્યો

ભાવનગરઃએલ.સી.બી. સ્ટાફનાં માણસો દરમ્યાન ગંગાજળીયા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં- ૨૫૧/ ૨૦૨૦ ઇ.પી.કો કલમ-૩૭૯ઙ્ગ મુજબનો ગુન્હો જાહેર થયેલ હોય જે વિગતો મેળવી સી.સી..ટી.વી ફુટેજ તેમજ ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા તેમજ ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરાવતા એ.વી.સ્કુલના ગ્રાઉન્ડ સામે પુર્નિમા સ્ટુડીયો સામે આવતા હકીકત મળેલ કે ઉપરોકત ગુન્હાના કામે ફરીયાદીના  એકટીવા મો.સાની ડીકી માથી ચોરી કરેલા રૂપિયા સાથે ઇસમ ક્રેસન્ટ સર્કલ થી હલુરીયા ચોક તરફ ગ્રે કલરના એકટીવા મો.સા લઇ નિકળવાનો છે જેના  આધારે સી.સી.ટી.વી.ફુટેજ વાળો ઇસમ પોતાની ગ્રે કલરની એકટીવા મો.સા સાથે આવતા  સતીષભાઇ નાથાભાઇ પરમાર રહે. આડોડીયા વાસ મો.સા એકટીવા ચેક કરતા એકટીવાની ડીકી માથી રોકડ રૂપિયા મળી આવેલ જેમા રૂ.૫૦૦/- ના દરની નોટ નંગ-૨૮૯ તથા રૂ.૫૦/-ના દરની નોટ નંગ-૧૦૦ તથા રૂ.૨૦/- ના દરની નોટ નંગ-૭૫ મળી રોકડા રૂ.૧,૫૧૦૦૦/- મળી આવેલ જે પૈસા બાબતે પુછપરછ કરતા સદરહું પૈસા તેણે શાક મારર્કેટ પાસેથી સ્કુટરની ડીકી ખોલી તેમાંથી ચોરી કરેલાની કબુલાત કરતા તપાસ થવા પોલીસ ઇન્સ. શ્રી. ગંગાજળીયા સોપી આપેલ છે.આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.  વી.વી.ઓડેદરા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ વનરાજભાઇ ખુમાણ તથા જયરાજસિંહ જાડેજા તથા ઘનશ્યામ ભાઇ ગોહીલ તથા પો.કોન્સ રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ઇમ્તીયાઝખાન પાઠાણ તથા સંજયભાઇ ચુડાસમા વિગેરે જોડાયા હતા.