Skip to content
જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દરસિંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની સીધા માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જૂગાર બદીને સુચના કરેલ હોય પેટ્રોલીંગ કરી આવી ગે. કા. પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખતા ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પો. ઇન્સ. આર. સી. કાનમિયા ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પો. સબ. ઇન્સ. શ્રી આર. કે. ગોહીલ, ડી. જી.બડવા તથા પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, બિલખા રોડ, પાઠકનગરમાં રહેતો સુરેશ પ્રકાશભાઇ સોંદરવા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતે બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી તેનું વેચાણ કરે છે. ચોકકસ હકિકત આધારે રેઇડ કરતાં મકાનનાં બાથરૂમમાં વોશીંગ મશીનની નીચે ભોંયતળીયામાં બનાવેલ ચોર ખાનાઓમં છૂપાવેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તમામ પ્રોહી લગત મુદામાલ કબ્જે કરી જૂનાગઢ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી. કરાવેલ. કબ્જે કરવામાં આવેલ મુદામાલમાં બ્લુ મસ્ટ ડયુએટ ડ્રાય જીન ૭પ૦ એમ. એલ. ૪ર.૮ ટકા વી. વી. ૭પ પ્રુફ બેંચ નંબર વગરની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર કન્ટેઇનસ પરમીટેડ કુલ બોટલ નંગ-૬પ કિ. રૂ. ર૬,૦૦૦. આરોપી સુરેશ પ્રકાશભાઇ સોંદરવા અનુ. જાતી ઉ.૩૦ રહે. જૂનાગઢ પાઠકનગરની ધરપકડ કરેલ છે. આ કામગીરીમાં પો. ઇન્સ. આર. સી. કાનમીયા તથા પો. સબ. ઇન્સ. આર. કે. ગોહીલ તથા ડી. જી. બડવા તથા પો. હે. કોન્સ. ડી. આર. નંદાણીયા, એસ. એ. બેલીમ, બી. કે. સોનારા, વી. કે. ચાવડા, બી. બી. ઓડેદરા તથા દિનેશ જગમાલભાઇ, કરશનભાઇ જીવાભાઇ, સાહીલ હુસેનભાઇ તથા મહીલા પો. કોન્સ. વિણાબેન હરેશભાઇ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.