જખૌ જુથ ગ્રામ પંચાયતના સરપંચને કરાયા સસ્પેન્ડ

ભુજ : જખૌ જુથ ગ્ર્ગમ પંચાયતના સરપંચ દ્વારા સરકારશ્રીનિવિવિધ યોજનાઓના વિકાસ નરેગાના કામોમાં આચરાયેલો ભ્રષ્ટાચાર જગ જાહેર હતો.જિલ્લા વિકાસ અધિકારી હાલે એકશન મોડમાં હોય તેવું જણાઈ રહ્યું છે. ગઈકાલે ગઢશીશાના સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ વધુ એક સસ્પેન્સન જખૌ સરપંચનું આવ્યું છે. જખૌમાં નરેગાના નરેગાના બોગસ કાર્ડ બનાવીને સરપંચે પોતાના પરિવારના સભ્યોને જ ચુકવણું કર્યું હોવાનું જિલ્લા વિકાસ અધિકારે જણાવ્યું હતું. જેમાં પોતાના બે બાળકોના- પ કાર્ડ, તેની પત્નીનું નરેગા શ્રમિકકાર્ડ તેમજ ભાઈના પરિવારના સભ્યોના ખાતામાં નાણાં જમા કરાવ્યા હતા અને તેનો ભાઈ નરેગાના કામોનો સુપરવાઈઝર હોવાથી આસાનીથી ભ્રષ્ટાચાર આચરાતો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ બોગસકાર્ડ બાબતે તાલુકા પંચાયતના સ્ટાફ સામે પણ ફોજદારી કાર્યવાહી કરાઈ હોવાનું ડીડીઓએ જણાવ્યું હતું. કેટલ શેડના કામો ન થયા હોવા છતાં તેના પરિવારજનોના ખાતામાં તેનું ચુકવણું કરવામાં આવ્યું હતું.

વધુમાં ડીડીઓએ ઉમેર્યું હતું કે, ગામના સરપંચ લાખાજી પાંચુભા અબડા સામે થયેલી અરજીઓ બાદ તપાસ કરતા કુલ ૭૩ કેટલ શેડ મંજુર કરાયેલા હતા, જેમાં જાત તપાસ દરમ્યાન ૭૩ પૈકીના ૭૧ કામો થયેલા હતા. જયારે બે કેટલ શેડ બન્યા ન હોવા છતાં સરપંચે પોતાના કુટુંબના પત્ની અને બે બાળકોને ખોટી રીતે ચુકવણું કર્યું હતું, જેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ પ૭ (૧) મુજબ સરકારની ગાઈડ લાઈન વિરૂદ્ધ પોતાના પરિવારજનોને આર્થિક ફાયદો આપવા મુજબ અને ગંભીર બેદરકારી છતી થતા ડીડીઓએ સરપંચને સસ્પેન્ડ

કર્યા છે