બીએસએફ ડીજીએ ક્રિક વિસ્તારની મુલાકાત લઈને સુરક્ષા સમીક્ષા કરી

બીએસએફના ડાયરેકટર જનરલ કચ્છની ત્રિ દિવસીય મુલાકાતે આવેલા છે ત્યારે બીજા દિવસે સીમા સુરક્ષા દળના ડીજી સુરજિતસિંઘ એસ. દેસવાલે પાકિસ્તાન સાથે જોડાયેલી સંવેદનશીલ ક્રિક વિસ્તાર બોર્ડરનો જાયજો કરીને સુરક્ષાની સમીક્ષા કરી હતી. કચ્છની બીજા દિવસની મુલાકાતમાં તેઓએ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંવેદનશીલ તાથા વારંવાર ઘુસણખોરી માટે ટાર્ગેટ કરાતી ક્રિક વિસ્તારની મુલાકાત લીધી હતી. આ સમયે તેઓએ ક્રિકમાં ફલોટીંગ બીઓપીમાં રહીને જળસીમાની સુરક્ષા કરતા જવાનો સાથે ખાસ સમય પસાર કર્યો હતો. સુરક્ષાની જાણકારી મેળવ્યા ઉપરાંત કઠીન સિૃથતીમાં કામ કરતા જવાનોને શાબાસી આપીને તેઓનો ઉત્સાહ વાર્ધાયો હતો. તે બાદ તેઓએ બોટ મારફતે હરામીનાળા સહિતના સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લઈને સૃથાનિક સિૃથતી સમજી હતી. અહીંની સુરક્ષા અને તેને લગતી વિગતો મેળવી હતી તાથા આવતી કાલે તેઓ પ્રેસમીટ કરશે. ઉલ્લેખનીય છે કે, દેસવાલ રાજસૃથાન અને પંજાબની બોર્ડરની મુલાકાત લીધા બાદ વિશાળ કચ્છ જિલ્લાની થલ અને જળ સીમાની સમીક્ષા કરવા આવ્યા છે.