કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસભર અસહ્ય ઉકળાટ

કચ્છમાં વાદળછાયા માહોલ વચ્ચે કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાન ૩૯.૩ ડિગ્રી સે. નોંધતા રાજ્યનું બીજા નંબરનું ગરમ માથક બન્યું હતું. ભુજમાં ૩૮.૬ ડિગ્રી, કંડલા (એરપોર્ટ) કેન્દ્રમાં ૩૮.૪ અને નલિયામાં ૩૬.૮ ડિગ્રી નોંધાયું હતું. પ્રિ-મોનસુન એકિટવીટીના ભાગરૃપે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝાપટાથી લઈ મધ્યમ વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જિલ્લાના અનેક સૃથળોએ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ભેજનું પ્રમાણ વાધવાથી અસહૃ ઉકળાટ અનુભવાયો હતો. લોકો પરસેવેાથી રેબઝેબ થઈ ગયા હતા. કંડલા પોર્ટમાં તાપમાનનો પારો ૩૯.૩ ડિગ્રીના આંકે સિૃથર રહ્યો હતો. ભુજમાં મહત્તમ તાપમાન ૩૮.૬ ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ સવારે ૭૮ ટકા અને સાંજે ૪૩ ટકા રહ્યું હતું. પવનની ઝડપ પ્રતિકલાક સરેરાશ ૫ કિમીની અને દિશા દક્ષિણ-પશ્ચિમની રહી હતી. કંડલા (એ)માં ૩૮.૪ ડિગ્રી અને નલિયામાં ૩૬.૮ ડિગ્રી નોંધાયું છે.