મુંદ્રાના લાખાપર ગામની ખાનગી કંપનીને કામદારો દ્વારા તાળાબંધી

મુંદ્રા તાલુકાના લાખાપરમાં આવેલી મહાશક્તિ કોક કંપની દ્વારા કામદારોનું શોષણ કરાતું હોવાની ફરીયાદ સાથે મજુરોએ કંપનીને તાળાબંધી કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોરોના મહામારી કાળમાં સંચાલકો દ્વારા ગેરવ્યાજબી વર્તન કરાતું હોવાના કારણે રાજકીય આગેવાનોએ પણ કામદારોની તરફેણમાં ઝુકાવ્યું હતું.આ અંગે કામદારોએ જણાવ્યું હતું કે, જે નિયમો સોથે કંપનીએ નોકરી રાખ્યા હતા તેનું પાલન હાલે થઈ રહ્યું છે. નિયમોને નેવેમુકીને કંપની માસમાં માત્ર ૧૫ દિવસ કામ આપીને ૧૫ દિવસ ઘરે બેસાડી રહી છે.આમ ૧૫ દિવસનો પગાર મળતો હોવાથી ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. લોકડાઉનમાં પહેલાથી ગરીબોની હાલત કફોડી બની ગઈ છે તે વચ્ચે કામમાં શોષણ કરાતા કામદારોએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં લોજપાના રાજકીય અગ્રણીઓએ ઝંપલાવીને કંપનીના સંચાલકોને બે દિવસની મહોલત આપી હતી. જો કામદારોના તરફેણમાં નિર્ણય નહી કરાય તો કલેકટર કચેરી સામે ધરણા કરાશે તેવી ચીમકી અપાઈ હતી.