શહેરીજનોને ચેતાવણી થઈ જજો એલર્ટ: અમદાવાદ કોરોનાનું ‘હોટસ્પોટ’ નહીં ‘ડેથસ્પોટ’ બની ગયું છે, 10 દિવસમાં 250 દર્દીઓના કરૂણ મોત

કોરોનાનો કહેર આજે આખા દેશમાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો છે, પરંતુ અમુક રાજ્ય એવા છે જ્યાં કોરોનાનું અસર કંઈક વધારે જોવા મળી રહી છે. ગુજરાત પણ કોરોનાથી સૌથ વધુ પ્રભાવિત રાજ્યોમાં સમાવેશ થાય છે. લોકડાઉન પછી અનલોક ફેઝમાં દરરોજ કોરોના વાયરસના કેસોમાં કૂદકેને ભૂસકે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ચિંતાજનક રૂપથી વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોલકાતાની સાથે સાથે અમદાવાદમાં પણ કોરોનાથી મૃત્યુદર વધારે છે. કોલકાતામાં મૃત્યુદર 9 ટકા છે, જ્યારે અમદાવાદમાં હાલ ડેથ રેટ 7.1 ટકા થઈ ચૂક્યો છે. અમદાવાદ હાલના દિવસોમાં કોરોનાનું ડેથસ્પોટ બનેલું છે. અમદાવાદમાં દર 100 કેસોમાંથી 7 લોકોના મોત નોંધાયા છે. અમદાવાદ એટલા માટે કોરોનાનું ડેથસ્પોટ માનવામાં આવી રહ્યું છે કારણ કે અહીં મૃત્યુદર ગત મહીના સુધી 5 ટકા હતો, જ્યારે હવે વધીને 7.1 ટકા થઈ ગયો છે. જેનો અર્થ એવો થાય છે કે મોતના મામલે આ શહેર ઝડપથી આગળ વધી રહ્યું છે.ગુજરાતમાં કોરોના મૃત્યુ દરની વાત કરીએ તો અહીં 9.16 ટકા છે. ગત 84 દિવસોમાં કોરોનાથી ગુજરાતમાં કુલ 1385 લોકોના મોતથી વધારે થયા છે, જ્યારે તેમાંથી 117 મોત એકલા અમદાવાદમાં નોંધાયા છે. ગત 10 દિવસોની વાત કરીએ તો ગુજરાતમાં 309 લોકોના મોત કોરોનાના કારણે થયા છે, જેમાંથી 250 લોકોના મોત એકલા અમદાવાદમાં થયા છે. અમદાવાદમાં સૌથી મોટી ચિંતાની વાત એ છે કે પ્રતિ મિલિયન અહીં 1797 લોકો કોરોનાગ્રસ્ત છે, તો મુંબઈમાં 3316, ચેન્નાઈમાં 3229 કેસો સામે આવ્યા તેમ છતાં દેશના ટોચના શહેરોમાં મૃત્યુ દર સૌથી વધુ છે. અમદાવાદમાં પ્રતિ મિલિયન લોકોમાં 128 મોત થયેલા છે, જ્યારે મુંબઈમાં 113, દિલ્હીમાં 43 અને ચેન્નાઈમાં 31ના મોત થયેલા છે. જ્યારે ગુજરાતમાં અનલોક-1 પછી કોરોનાના આંકડાની વાત કરીએ તો, 1 જૂનથી લઈને 11 જૂન સાંજે 5 વાગ્યા સુધી સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં 11 દિવસમાં 5273 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 347 લોકોના મોત થયેલા છે. અનલોક-1માં દરરોજ 490થી લઈને 510 સુધી પોઝિટી કેસ સામે આવી રહ્યા છે, જ્યારે મોતની સંખ્યાની વાત કરીએ તો દરરોજ 32 લોકોના સરેરાશ મોત થઈ રહ્યા છે.