જખૌના સરપંચ વિરુધ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી

જખૌના સરપંચને માનરેગા કાર્ડના મેદ્દે DDO દ્વારા સસ્પેન્ડ કરવાને હુકમ કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ તાલુકા વિકાસ અધિકારીના તપાસને પગલે ગુજરાત અધિનિયમ 1993 ની કલમ (59)1 મુજબ સરકારની ગાઈડલાઇન વિરુધ્ધ પોતાના પરિવારજનોને ખોટી રીતે આર્થિક ફાયદો અપાવતા તાત્કાલિક અસરથી સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.ત્યારે સરપંચ વિરુધ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. અને સરપંચને ફરાર જાહેર કરેલ છે.