ફલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ આવતા: ગામ કરાવાયું સીલ

કોરોના વાયરસની વકરેલી મહામારીના કારણે સંક્રમીત દર્દીઓની સંખ્યામા જેટ ગતિએ સતત વધારો થઈ રહ્યો છે જેમા હવે જામનગર તાલુકાના ફલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ આવેલ . જેના પગલે ગ્રામજનોમાં દર સાથે ફફડાટ ફેલાયું છે.
આ ઘટનાને પગલે પંચાયત દ્વારા તાબડતોબ સાવચેતીના પગલારૂપે ગામની તમામ બજાર બંધ કરાવી દેવામા આવી છે. આ અંગેની માહિતી એવા પ્રકારની છે કે ફલ્લાના ભગવતીપરા વિસ્તારમાં રહેતી જયાબેન ધનજીભાઈ રાઠોડ નામની મહિલાનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા ચકચાર મચી જવા પામી છે.
ગામમાં કોરોનાનો આ પ્રથમ કેસ આવતા જ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ તાબડતોબ દોડી આવી ગામના આ ભગવતીપરા સહિતના વિસ્તારોમાં દવા છંટકાવ સહિત સર્વે કામગીરી શરૂ કરી દીધી છે. આ વિસ્તારને ક્નટેન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામા આવેલ છે. આ મહિલાને કોરોનાનો ચેપ કેવી રીતે લાગેલ છે? તેની હીસ્ટ્રી મેળવવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરાયેલ છે.