પાકિસ્તાન તરફથી ફાયરિંગ યથાવત: એક ભારતીય જવાન શહીદ 2 ઘાયલ

 

       

જમ્મુ-કાશ્મીરના પુંછમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ સતત ચાલી રહ્યું છે. જેમાં એક  ભારતીય જવાન શહીદ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે.પુંચ જિલ્લાના કિર્ની સેક્ટરમાં શાહપુર નજીક પાકિસ્તાને નિયંત્રણ રેખા પર ફાયરિંગ કર્યું હતું. જેના કારણે એક જવાન શહીદ થયા છે જ્યારે બેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાકિસ્તાને બુલેટ અને મોર્ટારથી ભારતના જવાનોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ પાકિસ્તાનને ભારત તરફથી વળતો જવાબ પણ મળી ચુક્યો છે. ભારત તરફથી કરેલી જવાબીકાર્યવાહીમાં પાકિસ્તાનની અનેક ચોકીઓને નેસ્તોનાબૂદ કરવામાં આવી છે.