ઘોઘાના હઝરત શેરઅલી સરકારનો ઉર્ષ શરીફ સોશ્યલ ડિસટન્સ સાથે સાદગી પૂર્ણ ઉજવાયો

71fea8f8-14b7-4433-85f6-d01938d0a659

ભાવનગર ઘોઘા ના સોનરીયા તળાવ વિસ્તારમાં આવેલ હઝરત રોશન ઝમીર શેરઅલી સરકાર પીરદાદાનો ઉર્ષ શરીફ સાદગી પુર્ણ રીતે ઉજવાયો હતો . દરગાહ શરીફમાં સંદલ શરીફ , ચાદર શરીફ , સલાતો – સલામ , અને દુવાઓના કાર્યક્રમ યોજયા હતા . અલ્લાહ આલાના દરબારમાં તમામને કોરોનાની મહામારીથી સુરક્ષીત રાખે , દેશમાં કોમી એકતા , અને ભાઈચારો કાયમ રહે તેવી દુવાઓ કરવામાં આવી હતી . દર વર્ષે હઝરત શેરઅલી સરકારનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાય છે . પરંતુ હાલની કોરોના મહામારીને ધ્યાને રાખી , જાહેર હિતાર્થે સરકારની ગાઇડ લાઇન મુજબ સેનેટાઈઝ કરી , મોઢા ઉપર માસ્ક બાંધી , સોશ્યલ ડીસ્ટન્સ સાથે દરગાહ શરીફમાં સાદગી પૂર્ણ રીતે ઉર્ષ શરીફ ઉજવાયો હતો . આ કાર્યક્રમમાં ધોધાના સૈયદ મુનીરબાપુએ ખાસ દુવા કરી હતી , જયારે અજીજભાઈ કાલાવાડીયા , ગફારભાઈ બાવનકા , કાળુભાઈ બેલીમ , રફીકભાઈ કુરેશી ( એડવોકેટ ) , રાજુ ભાઈ મેમણ , જુબેરભાઈ હબીબાણી , જાબીરભાઈ , હાજીરજાકભાઇ ( સોના હોટલ )  રફીકભાઈ મોદન સહિતના ખાસ ઉપસ્થિત રહયો હતો

(એજાજ શેખ રીપોર્ટર )