ભચાઉ શહેરના રાપર ગામે ભચાઉ પોલીસ દારૂના અડ્ડા ઉપર રેઇડ દરમ્યાન મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ.

મે.શ્રી. પોલીસ અધિક્ષક ભાવના પટેલ સાહેબ ની સૂચનાથી તથા નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેશાઈ સાહેબ ભચાઉ વિભાગના માર્ગદર્શન થી દેશીદારૂ તથા ઇંગ્લીસ દારૂ ની પ્રવૃતિ ને નસ્તે નાબુદ કરવા સુચના કરતા આજરોજ સામખિયારી પોલીસ સ્ટેશન ના સી.પો.સબ.ઇન્સ જે.એમ.ગઢવી નાઓ તથા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન સી.પો.સબ.ઇન્સ જે.એમ.ગઢવી સાહેબ ખાનગી રાહે બાતમી રામપર ગામ તા.ભચાઉ ખાતે આરોપી રાજેશ વિરમ મણકા ના કબ્જાની વાડી ના શેઢા ઉપર રાજેશ વિરમ મણકા તથા નારાયણ હરભોમ મણકા ઉપર રેઇડ કરતા કુલ દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૩૪૦૦ /- કિ.રૂ. ૬૮૦૦ /- તથા તૈયાર દેશી દારૂ લીટર ૩૦૦ /- કિ.રૂ.૬૦૦૦ /- તથા દારૂ બનાવવાના સાધનો કિ.રૂ.૯૦૦ એમ કુલ્લે કિ.રૂ.૧૩૭૦૦ /- ના મુદ્દામાલ સાથે આરોપી નારાયણ હરભોમ મણકા ને રહે રામપર તા.ભચાઉ વાળા ને અટક કરેલ છે તથા સહ આરોપી રાજેશ વિરમ મણકા ને પકડવા તપાસ તજવીજ કરવામાં આવેલ છે

આ કામગીરી માં સામખિયારી પોલીસ સ્ટેસન ના સી.પો.સબ.ઇન્સ જે.એમ.ગઢવી નાઓની આગેવાની સાથે પો.હેડ.કોન્સ જયેશભાઇ પારગી તથા પો.કોન્સ.મહેન્દ્રસિંહ સોલંકી તથા પો.કોન્સ હરેશભાઈ બુચીયા તથા પો.કોન્સ છગનજી તથા પો.કોન્સ કમલેસભાઇ ચાવડા ના ઓ સાથે રહીને કરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *