ભુજ કચ્છ આદિપુરની હરિઓમ હોસ્પીટલમાં કોરોનાને મ્હાત આપનારા અંજારના બે યુવાનોને અપાઈ રજા: હરિઓમ હોસ્પિટલ પણ બની કોરોના મુક્ત: હરિઓમમાં એકય દર્દી હાલ દાખલ નહી કચ્છમાં આજે વધુ કોરોનાના ૪ પોઝીટીવ કેસ નોંધાયા છે. જો કે તેમાં કોઈ સીટીયન નહી પણ ભુજ બીએસએફના ૪ જવાનોને કોરોનાનો ચેપ લાગ્યો છે. આરોગ્ય વિભાગમાંથી મળેલી વિગતો મુજબ સેડાતા બીએસએફના ૪ જવાનોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેમાં ૪૮ અને ૪૯ વર્ષીય તેમજ ૪૩ વર્ષીય બે જવાનોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તમામ જવાનોને હોસ્પીટલમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડોકટર પ્રેમ કુમાર કન્નરે જણાવ્યું હતું કે આગાઉ પણ સેડાતા બીએસએફના બે જવાનોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવી ચુક્યા છે. અને તે બે જવાનોના સંપર્કમાં આવેલા હતા તેમજ જવાનો પોતાના વતનથી પરત ફર્યા હોવાથી તેમને ક્વોરેનટાઈન કરવામાં આવ્યા હતા. અને તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં આજે વધુ ૪ જવાનોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તો આજે આદિપુરની હરિઓમ હોસ્પીટલમાં સારવાર લીધા બાદ કોરોનાને મ્હાત આપનારા અંજારના બે યુવાનોને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજે નોંધાયેલા વધુ ૪ પોઝીટીવ કેસની સાથે કચ્છમાં કોરોનાનો આંક ૧૧૯ પર પહોચ્યો છે. જયારે ૯૨ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો ૭ લોકોના કોરોનાના કારણે મૃત્યુ નીપજ્ય છે. જયારે ૨૦ દર્દીઓ હજુ સારવાર હેઠળ છે.