ટંકારાના સરૈયા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 5 પકડાયા

ટંકારા : સરૈયા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ લોકોની ધરપકડ કરી હતી જાણવા મળ્યા મુજબ ટંકારા પોલીસને મળેલ બાતમીના આધારે ટંકારાના સરૈયા ગામે રેડ કરતા ગામમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલ રમેશ વેલજી પટેલ, શામજી નારણ પટેલ, અશોક રામજી ચૌહાણ, રમેશ ટપુ પટેલ અને મુસ્તાક અબુ વિકીયાની ટંકારા પોલીસ 4100 સાથે ધરપકડ કરી તેઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.