ગુજરાત હાઇકોર્ટ ત્રણ દિવસ માટે બંધ રહેશે

ગુજરાત હાઇકોર્ટમાં 6 કર્મચારી અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 જણાંનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આગામી ત્રણ દિવસ સુધી હાઇકોર્ટ બંધ રહેશે. જેમાં તારીખ 8, 9 અને 10 જુલાઈ એમ ત્રણ દિવસ હાઇકોર્ટની તમામ કામગીરી બંધ રાખવામાં આવી છે. હાઇકોર્ટની બિલ્ડિંગ સહિત હોલ અને કેમ્પસને પણ સેનેટાઇઝ કરવામાં આવશે. આગામી 8 અને 9 જુલાઈના રોજ આવતી સુનાવણીઓ હવે આગામી 13 અને 14 તારીખ યોજવામાં આવશે
( રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર )