અંત્રોલીમાં વરલી મટકાના આંક ઉપર જુગાર રમાડતો ઈસમ પકડાયો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામે વરલી મટકાના આંક ઉપર પૈસા વડે હારજીતનો જુગાર રમાડી રહેલ શખ્સને સુરત રેન્જની ઓપરેશન ગૃપની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી કુલ 16,350 રૂ. નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ અંગે મળતી વિગતો મુજબ સુરત રેન્જની ઓપરેશન ગૃપની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી મળતા તેમણે પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામે નવું ફળિયુંમાં રેડ કરી હતી. તે દરમ્યાન એક શખ્સ મુંબઈથી નીકળતા વરલી મટકાના ટાઈમ તેમજ મિલન બજારના આંક ઉપર આવતા જતાં લોકો પાસે પૈસા વતી આંક લખાવી હારજીતનો જુગાર રમાડી રહ્યો હતો. પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ તરુણકુમાર કૈલાશભાઈ શાહ (33) (હાલ રહે, અંત્રોલી, નવું ફળિયું, તા-પલસાણા, મૂળ રહે, ચિતોડ, રાજસ્થાન) નો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડા રૂ. તેમજ મોબાઈલ ફોન મળી કુલ 16,350 રૂ. નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.