સુરેન્દ્રનગરમાંથી રજા અપાયાના 2 દિવસમાં જ કોરોનાગ્રસ્ત યુવતિનું મૃત્યુ થયું

સુરેન્દ્રનગરમાં કોરોના નો કહેર યથાવત રહેતા વધુ જિલ્લા માં દસ નવા કેસો પોઝીટીવ આવ્યા હતા તો એક જ દિવસ માં સુરેન્દ્રનગર ના બે લોકો ના કોરોના થી મોત નિપજ્યા હતા. જિલ્લા ના એક જ પરિવાર ના ત્રણ અને બીજા પરિવાર ના બે લોકો કોરોના ની લપેટમાં આવ્યા છે.
સુરેન્દ્રનગર સતત કોરોના ચિંતાજનક કેસમાં વધારો થઈ રહો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે. શહેરી વિસ્તારમાં ગઇકાલે નવ કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના 32 વર્ષીય પુરુષ રહેવાસી ડી.એન.ટી હાઈસ્કુલ જોરાવનગર ખાતે રહેતા પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ 60 વર્ષના પુરુષ વિશ્વ કુંજ સોસાયટી રતનપર માં પોઝિટિવ આવતા તેમને પણ સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે ત્યારે બીજી કેસમાં વાત કરીએ તો 33 વર્ષના યુવકનો રિપોર્ટ રહેવાસી વસ્તડી તાલુકો વઢવાણ નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.