રાજકોટમાં આજે કોરોનાના નવા 17 પોઝીટીવ કેસ : સિવિલમાં વધુ 3 મોત

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાએ કાળો કેર વર્તાવાનું ચાલુ રાખ્યું છે. ગઇકાલે 195 કેસ અને નવ મૃત્યુ નોંધાયા બાદ આજે સવારે રાજકોટની સરકારી હોસ્પિટલમાં શહેરના એક સહિત ત્રણ દર્દીનામોત થતા વધુ ભય ફેલાયો છે. રાજકોટમાં કોરોનાના હાહાકાર વચ્ચે આજે સવારે નવા 17 પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આજે સુરેન્દ્રનગરમાં 10 નવા દર્દીની નોંધ થઇ હતી. તો ભાવનગર, જિલ્લામાં ગઇકાલે એક જ દિવસ 71 કેસની નોંધ તો પૂરા ગુજરાત લેવાઇ હતી. રાજકોટ જિલ્લામાં પણ 33 કેસ નોંધાયા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે સવારે કોરોનાથી વધુ ત્રણ દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટમાં ગઇકાલે કોરોનાના વધુ 18 કેસ નોંધાયા હતા. તે બાદ આજે સવારે સિવિલ હોસ્પિટલમાં 80 ફૂટ રોડની પારસ સોસાયટીમાં રહેતા લક્ષમણભાઇ ગોપાલભાઇ રામાણી (ઉ.વ.70)નું મૃત્યુ થયું છે. તો વિંછીયાના પોઝીટીવ દર્દી ઇકબાલભાઇ ઇબ્રાહીમભાઇ શેખ (ઉ.વ.પપ) નું પણ મૃત્યુ નિપજયું છે. જયારે કોરોના રિપોર્ટ મોડેથી આવ્યા બાદ સુરેન્દ્રનગરના સીકંદરભાઇ ચૌહાણ (ઉ.વ.65)નું પણ મોત થયું છે.