આંબેડકરની પ્રતિમા પર ડોલ ઊંધી મૂકીને દારૂની બોટલ બાજુમાં મૂકી પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું

0f2cb438-c54b-4ecc-8aa8-363770aeaee6

આજરોજ બરવાળા મામલતદાર કચેરીએ જીગરભાઈ મુંધવા અને સમગ્ર બરવાળા બહુજન સમાજના આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના મુંબઈ સ્થિત નિવાસ્થાને અસામાજિક તત્વો દ્વારા રાજગૃહ પર હુમલો અને ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં અસામાજિક તત્વો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર ડોલ ઊંધી મૂકી ને દારૂની બોટલ બાજુમાં મૂકી પ્રતિમા નું અપમાન કરવામાં આવ્યું તો બંધારણના ઘડવૈયા એવા આ મહાપુરુષના અપમાન બાબતે આજરોજ મામલતદારશ્રી ડાભી સાહેબ ને યુવાનો એ આવેદનપત્ર પાઠવ્યું હતું. અને રાજદ્રોહ જેવી ગંભીર કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવે જો આ બાબતે સરકારશ્રી દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં નહિ આવે તો સમગ્ર દેશ માં ઉગ્ર આંદોલન કરવામાં આવે છે તેવી બહુજન નાયકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા બોટાદ, બરવાળા