ગોહિલવાડમાં કોરોના કાબુ બહાર: 24 કલાકમાં 61 પોઝીટીવ કેસો આવ્યા : એકનું મોત થયું

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ થયો છે ભાવનગર જિલ્લામા છેલ્લા 24 કલાક દરમિયાન 61 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 771 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 24 પુરૂષ અને 9 સ્ત્રી મળી કુલ 33 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના માલણકા ગામ ખાતે 2, ઘોઘાના ખરકડી ગામ ખાતે 1, તળાજાના બેલા ગામ ખાતે 2, તળાજાના ઉંચડી ગામ ખાતે 1, તળાજાના નવા દેવલી ગામ ખાતે 1, મહુવાના ભાદ્રોડ ગામ ખાતે 1, મહુવાના હરીપરા ગામ ખાતે 1, પાલીતાણાના મોટી રાજસ્થળી ગામ ખાતે 1, પાલીતાણા ખાતે 2, ગારીયાધારના સાતપડા ગામ ખાતે 1, ગારીયાધારના ફાચરીયા ગામ ખાતે 1, ગારીયાધારના વેળાવદર ગામ ખાતે 2, ગારીયાધાર ખાતે 1, વલ્લભીપુરના તોતણીયા ગામ ખાતે 1, ઉમરાળાના ઉગણવાવ ગામ ખાતે 2, ઉમરાળાના દડવા ખાતે 1, ઉમરાળાના ચોગઠ ગામ ખાતે 1, ઉમરાળાના રેવા ગામ ખાતે 1, સિહોરના રામધરી ગામ ખાતે 2, સિહોરના નાના સુરકા ખાતે 1, સિહોરના મોટા સુરકા ખાતે 1 તથા સિહોરના વડીયા ગામ ખાતે 1 વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 12 અને તાલુકાઓના 11 કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ અવસાન થયેલ છે.આમ જિલ્લામા નોંધાયેલા 771 કેસ પૈકી હાલ 462 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 286 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 16 દર્દીઓનુ અવસાન થયેલ છે.