ભરૂચમાં વીજથાંભલા પાસે લઘુશંકા કરી રહેલાં બાળકનું મોત થતાં ચકચાર

ભરૂચ શહેરના સોનતલાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં વીજથાંભલા પાસે લઘુ શંકા કરવા ગયેલા બાળકનું વીજ કરંટ લાગવાના કારણે મોત થયું છે. ઘટના બાદ વીજ કંપનીની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ચોમાસામાં વીજથાંભલા પાસે લઘુશંકા કરતા પહેલા સો વખત વિચાર કરજો કારણે ભરૂચમાં થાંભલા પાસે લઘુશંકા કરવા ગયેલાં બાળકનું વીજકરંટ લાગવાની મૃત્યું થયું છે.