જાફરાબાદ રેન્જમાં બકરી ઈદ પર મામાનાં ઘરે આવેલ 3 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો, સારવાર હેઠળ

અમરેલી. અમરેલી જિલ્લાના જાફરાબાદ રેન્જમાં દીપડાએ 3 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની વિગત અનુસાર જાફરાબાદના શેત્રુંજી પંથકમાં 3 વર્ષીય બાળક નાવિદ જાવીદભાઈ સોરઠિયા બકરી ઈદ પર મામાનાં ઘરે આવ્યો હતો. નાવિદ રમી રહ્યો હતો ત્યારે દીપડાએ અચાનક પાછળથી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારે દીપડાના ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો. હાલ તો નાવિદને સારવાર માટે રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.