ગારિયાધારના વિવિધ સામાજિક સંગઠનો અને વેપારી મિત્રોના સહિયારા પ્રયાસોથી યોજાયો રક્તદાન મહાદાન કેમ્પ

એકત્ર થયેલ રક્ત શાંતા બા મેડીકલ કોલેજ જનરલ હોસ્પિટલ અમરેલી ને અર્પણ કરેલ  વિશ્વ પર આવી પડેલ કોરોના નામની મહામારીને કારણે ભવિષ્યમાં સર્જાવાની અનિશ્ચિત પરિસ્થિતિને પહોંચી વળવાના ભાગરૂપે તેમજ થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે ગારિયાધારમાં શૈક્ષણિક અને સેવાકીય કામગીરી કરવાની નેમ સાથે શરૂ થયેલ ભૂરખીયા ઇન્ડસ્ટ્રીઝ પ્રેરિત યુવાનો દ્વારા પ્રથમ રક્તદાન મહાદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગારિયાધાર શહેર અને તાલુકાના વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો અને વેપારી મિત્રોએ બહોળી સંખ્યામાં રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટ .અજીમ ગોરી ગારિયાધાર 09979782626