સહકારી સંસ્થાઓને વાર્ષિક સાધારણ સભા બોલાવવા અંગે સરકારશ્રી તરફથી મુકિત

ભુજ, શુક્રવારઃ                                             

ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે આ અધિનિયમની કલમ-૭૭ અન્વયે તમામ સહકારી મંડળીઓને સાધારણ સભા બોલાવવાની જોગવાઈમાંથી મુકિત આપી સાધારણ સભા બોલાવવાની મુદત તા.૩૧/૩/૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરે છે.

જે અંતર્ગત ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સતાની અન્વયે તમામ સહકારી મંડળીઓને વ્યવસ્થાપક કમિટિની મંજુરીથી આગામી સાધારણ સભામાં બહાલી મેળવવાની શરતે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ ના નફાની વિનિયોગ કરવા સારૂ કલમ-૬૬(૨) ની જોગવાઇમાંથી મુકિત આપવામાં આવેલ છે એમ મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (હા.) સહકારી મંડળીઓ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.