માંડવીના વોર્ડ નં.1 માં આયુર્વેદિક ઉકાળાનું અને માસ્કનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

બંદરિય શહેર માંડવીનાં વોર્ડ નં.1 મા આયુર્વેદિક ઉકાળા નું અને માસ્ક નુ નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.છેલ્લા ઘણા દિવસ થી સતત મેઘરાજા ની મહેર અને હવે માંડવીમા પણ કોરોના ના કહેર ના લીધે તાવ,શર્દી કે ઉધરસ સામે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે એ હેતુસર માંડવીના વોર્ડ નં.1 ના બાબાવાડી વિસ્તારમા શિવાજી સ્મારક પાસે 10 દિવસ સુધી દરરોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી આયુર્વેદિક ઉકાળા નું નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહયુ છે,તો માંડવીના શહેરનાં વધારે ને વધારે નગરજનો ને લાભ લેવા અપીલ પણ કરાઈ છે.આ અવસરે ઉકાળા ના સ્ટોલની માંડવીના પૂર્વ નગરપતિ અરવિંદભાઇ ગોહિલ,નગરપાલિકાના કારોબારી ચેરમેન દિનેશભાઇ હિરાણી,આર.એસ.એસ.ના શાંતિલાલભાઇ ગણાત્રા,હિરજીભાઇ કારાણી,પંકજ રાજગોર,વિજય ચૌહાણ,હેમાંગ કાનાણી,બલદેવસિંહ જાડેજા,કાનજીભાઈ શિરોખાએ મુલાકાત લીધી હતી.10 દિવસ સુધી આ આયુર્વેદિક ઉકાળા બનાવવા માટે મુકેશભાઇ ત્રિવેદી તરફથી સેવા આપવામાં આવશે.તથાં સમગ્ર આયોજન વોર્ડ નં.1 નાં નગરસેવક મુકેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતું.