પ્રધાનમંત્રી જનધન યોજનાને થયા 6 વર્ષ પૂર્ણ!

મોદી સરકારની બહુચર્ચિત પ્રધાનમંત્રી જનધન યોજનાને શુક્રવારે 6 વર્ષ પૂરા થઈ ગયા છે. સત્તામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાને લોન્ચ કરી હતી, જેનો હેતુ લોકોના બેન્ક ખાતા ખોલાવવાનો હતો. આજે જ્યારે તેના 6 વર્ષ પુરા થયા તો પીએમ મોદીએ ટ્વીટ કરી લોકોને શુભેચ્છાઓ પાઠવી અને આ યોજના સાથે જોડાયેલા અમુક તથ્યોને સામે મુક્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘આજથી 6 વર્ષ પહેલા પ્રધાનમંત્રી જનધન યોજનાને લોન્ચ કરવામાં આવી હતી જેનો હેતુ લોકોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો હતો. આ એક ગેમચેન્જર સાહિત થઈ જેનાથી ગરીબીમાં ફસાયેલા લોકોને ફાયદો પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું’ પીએમ મોદીએ આગળ લખ્યું- ‘પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે કરોડો પરિવારોનું ભવિષ્ય સુરક્ષિત થયું છે. તેમાં મોટાભાગે લોકો ગ્રામીણ વિસ્તારના છે અને મહિલાઓ છે. જેમણે આ યોજના માટે કામ કર્યું છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.’