ગુજરાતના ઇડરમાં પીએમ મોદીના જૂના મિત્ર રમણીક ભાવસારે કોરોનાના કારણે જીવ ગુમાવ્યો
રાજ્ય તરફથી એક મોટાસમાચાર મળી રહ્યા છે. પીએમ મોદીના જૂના મિત્ર અને આરઆરએસના સ્વયંસેવક રમણીકભાઈ ભાવસારનું નિધન થયું છે. રમણીકભાઈ ભાવસારનું મોત કોરોનાને કારણે થયું હતું. આ દુખદ સમયમાં પીએમ મોદીએ રમણીકભાઈ ના પરિવાર સાથે ટેલિફોન પર વાતચીત કરી. પીએમ મોદીએ પરિવારના સભ્યોને દુ:ખના સમયે હિંમતવાન બનવાનું કહ્યું. આ સિવાય તેમણે પરિવાર સાથે રમણીકભાઈ ભાવસાર સાથેની કેટલીક યાદગાર પળો વિશે પણ ચર્ચા કરી હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ઘણા અગ્રણી નેતાઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. પીએમ મોદીના જુના મિત્ર રમણીકભાઈ ભાવસારનું નિધન કોરોના કારણે થયું. રમણીકભાઈ ભાવસારને કોરોનાથી ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેઓ કોરોના સામેનું યુદ્ધ હારી ગયા. પીએમ મોદીના જૂના મિત્ર રમણીકભાઈ ભાવસાર ઈડરમાં આરએસએસના સ્વયંસેવક હતા.