કંગના રનૌતનો ફિલ્મ તેજસનો આવ્યો આ શાનદાર લુક, કંગના પહેલીવાર આ ફિલ્મમાં દેખાશે ફાઇટર પાયલટના રૉલમાં
બોલિવૂડ એક્ટ્રેસ અને હાલમાં ફિલ્મો કરતાં સુશાંતના કેસ પર વધારે ધ્યાન આપીને ચર્ચામાં રહેતી કંગના રનૌતની ફિલ્મ તેજસનો એક જોરદાર લૂક સામે આવ્યો છે. કંગનાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ફિલ્મનો લૂક પોસ્ટ કરીને ફિલ્મ અંગે માહિતી આપી છે. આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે તે અંગે પણ તેણે વાત કરી છે.
તેજસ ફિલ્મનો તેનો ફર્સ્ટ લૂક રિલીઝ કરીને કંગનાએ આ પોસ્ટમાં લખ્યું હતું કે તેજસ 2020ના ડિસેમ્બરમાં તેની ઉડાન ભરશે. આ સ્ટોરીનો ભાગ બનીને હું ગૌરવ અનુભવું છું. આ ફિલ્મ નીડર અને હિંમતવાન પાયલોટ્સને સમર્પિત છે. તેજસ એક હિંમતવાન અને નીડર ફાઇટર એવા પાયલોટની વાર્તા છે.ઇન્ડિયન એરફોર્સ એ 2016માં વિમેન્સ ફાઇટરને પોતાના દળમાં સામેલ કરનારી ભારતની પ્રથમ સંરક્ષણ સેના બન્યું હતું. આ અગાઉ ભૂમિ દળ અને નૌકા દળમાં પણ મહિલાઓને સામેલ કરાતી ન હતી. તેજસ ફિલ્મ આવી જ એક ઐતિહાસિક ઘટના પર આધારિત છે. તેજસના પ્રોડ્યૂસર રોની સ્ક્રૂવાલા છે જેમણે અગાઉ ઉરી જેવી સફળ ફિલ્મ બનાવી હતી. ઉરી પણ દેશના બહાદુર જવાનોને સમર્પિત છે. જેમાં વિક્કી કૌશલે ભૂમિકા અદા કરી હતી.તેજસ ફિલ્મને સર્વેશ મેવાડાએ પ્રોડ્યુસ કરી છે. કંગનાએ આ મૂવી વિશે કહ્યું હતું કે તેજસમાં વિસ્તારપૂર્વક વાત કહેવામાં આવી છે. જ્યાં મને એરફોર્સમાં પાયલોટની ભૂમિકા કરવાની તક મળી છે.