ટી.વી.અભિનેતા રાજેશ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
કોવિડ-19 એ સર્વત્ર પોતાની કહેર મચાવી છે. દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ દિનપ્રતિદિન વધતો જાય છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઓછુ થવાનું નામ નથી લેતી. તેવામાં ટેલિવિઝન જગતના અભિનેતા રાજેશ કુમાર પણ કોરોનાની સકંજામાં આવી ગયાં છે.
રાજેશ કુમારે પોતાને કોરોના થયો હોવાની જાણકારી પોતે જ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી. તેણે સોશિયલ મીડિયા પરના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ દ્વારા આ ખબર જણાવી હતી. રાજેશ કુમારે ઇન્સટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું કે,’ હું મારા ચાહકોને જણાવા માંગુ છું કે, કોવિડ-૧૯ ટેસ્ટ મારો પોઝિટિવ આવ્યો છે. જોકે હાલ હું હોમ કોરોનટાઇન છું. તમારા દરેક લોકોની દુઆઓ અને શુભકામનાઓ માટે હું તમારો આભાર માનું છું.આપણે જલદી જ મારી આવનારી સિરીયલ એક્સક્યૂઝ મી મેડમ દ્વારા મળશું. ‘