બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાન તેના ફેન્સના દિલ પર રાજ કરે છે. તેના ચાહકો તેને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે. આ સાથે જ સલમાન ખાન હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરવામાં પણ હમેશાં આગળ રહે છે. અત્યારે સલમાન ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તે ખિદ્રાપુર ગામમાં પૂરને કારણે નાશ પામેલા લગભગ 70 મકાનોને ફરીથી બનાવવાનું કામ પૂરું કરી રહ્યો છે.મહારાષ્ટ્રના મંત્રી રાજેન્દ્ર પાટીલે ટ્વિટ કરીને સલમાન ખાને આપેલાં વચનને પૂરો કરવા વિશે માહિતી આપી. આ સાથે તેમણે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ખિદ્રાપુર ગામમાં મકાનોનો પાયો નાખવાની કેટલીક તસવીરો પણ શેર કરી છે. લોકડાઉન દરમિયાન સલમાન ખાને જરૂરિયાતમંદોને દિલ ખોલીને મદદ કરી હતી.