મલ્ટિપ્લેક્સ એસો.ની માંગ – કેન્દ્ર સરકાર સિનેમાઘરો ખોલવાની આપે મંજૂરી

કોરોના મહામારીને કારણે, દેશભરમાં સિનેમાઘરો હજી બંધ છે. આ સાથે થિયેટરોના માલિકો, મનોરંજન કંપનીઓ અને સંબંધિત સંસ્થાઓ કેન્દ્ર સરકારને થિયેટરો ખોલવા અપીલ કરી રહી છે. રવિવારે પણ ઘણા બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ અને મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એમ.એ.આઈ.) એ કેન્દ્રને સિનેમાગૃહો ખોલવાની મંજૂરી લેવાની વિનંતી કરી હતી..કોરોના વાયરસ મહામારીને રોકવા માટે 25 માર્ચથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. સરકારે જૂન મહિનાથી તબક્કાવાર રીતે તેને ખોલવાનું શરૂ કર્યું હતું અને ઘરેલુ મુસાફરી અને પ્રતિબંધિત વિસ્તારોમાં ઓફિસ, બજારો, શોપિંગ સંકુલ વગેરે ખોલવાની મંજૂરી આપી હતી. સરકારે ‘અનલોક -4’ માટે જારી કરેલા માર્ગદર્શિકામાં થિયેટરો ખોલવાની મંજૂરી આપી નથી.