સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે Adani Group મુંબઈ એરપોર્ટમાં GVK Groupની હિસ્સેદારીનું અધિગ્રહણ કરશે.જે મુજબ અબજપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાનીવાળા સમૂહે સોમવારે કહ્યું કે મુંબઈ એરપોર્ટમાં જીવીકે સમૂહની હિસ્સેદારી ખરીદવા અને નિયંત્રણ મેળવવા માટેનો કરાર થઈ ગયો છે. નોંધનીય છે કે, કોવિડ-19ના કારણે AIAએ આ વર્ષે જૂનમાં અદાણીને અમદાવાદ, મેંગલુરુ અને લખનઉના એરપોર્ટના પ્રબંધન માટે વધુ ત્રણ મહિના આપ્યા હતા. તેનો અર્થ એવો છે કે અદાણી સમૂહને આ ત્રણ એરપોર્ટના પ્રબંધન માટે 12 નવેમ્બર સુધીનો સમય છે.અદાણી એન્ટરપ્રાઇઝે શૅર બજારોને મોકલેલી જાણકારીમાં કહ્યું છે કે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે જીવીકે એરપોર્ટ ડેવલપર્સના લોનના અધિગ્રહણને લઈ કરાર કર્યો છે. જીવીકે સમૂહની પાસે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL-Mumbai International Airport Limited)ની 50.50 ટકા હિસ્સેદારી છે. લોનને ઇક્વિટીમાં બદલવામાં આવશે.