ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાંચ મહિના બાદ પ્રથમવાર પ્રેકટીસમાં દેખાયો

ભારતમાં કોવિડ-19 મહામારીનાં વધતા કેસોને કારણે દુનિયાની આ સૌથી મોટી ક્રિકેટ લીગના 13માં સત્રનું આયોજન યુએઇમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી કરાયુ છે.કોહલીની કેપ્ટન્સી વાળા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી), રોહીતની અગુઆઇવાળા મુંબઇ ઇન્ડીયન્સ સીવાય રાજસ્થાન રોયલ્સએ દુબઇ અને અબુધાબીમાં પોતાની પહેલી નેટ પ્રેકટીસમાં ભાગ લીધો.ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સહિત ઓવરના ઉપ કેપ્ટન રોહિત શર્માએ કેટલાક અન્ય ખેલાડીઓ સાથે પાંચ મહીનામાં પહેલીવાર નેટ પ્રેકટીસ કરી. તેના સાથે જ તેઓએ સંયુકત અરબ અમીરાત (યુએઇ)માં આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે પોતાની તૈયારી શરૂ કરી છે.દિલ્હી કેપિટલ્સની ટીમ અને સહયોગી કર્મચારીઓને હોટલમાં પોતાનો કવોરન્ટાઇન સમય પૂર્ણ કરી લીધો છે. દિલ્હી અને સનરાઇઝર્સ હૈદરાબાદના ભારતીય ખેલાડી અને સહયોગી સ્ટાફ આરસીબી, મુંબઇ ઇન્ડિયન્સ, કોલકતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ બાદ મોડા ર3 ઓગષ્ટના સંયુકત અરબ અમીરાતમાં પહોંચ્યા હતા.
લાંબા વિરામ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નેટ પ્રેકટીસ માટે સજજ જોવા મળ્યા. આ પ્રેકટીસમાં દક્ષિણ આફ્રીકાના ઝડપી બોલર ડેલ સ્ટેન અને આરસીબી ટીમના નિર્દેશક માઇક હેસન પણ જોડાયા છે.રોહિતએ મેદાનમાં ટીમનું નેતૃત્વ કર્યુ. રાજસ્થાન રોયલ્સએ દુબઇની આઇસીસી એકેડમીમાં નેટ પ્રેકટીસમાં ભાગ લીધો. રાજસ્થાન રોયલ્સના ફિલ્ડીંગ કોચ દિશાંત યાગ્નિક કોરોના સંક્રમણથી મુકત થયા બાદ ટીમમાં જોડાવા તૈયાર છે. તેઓ સપ્તાહ પહેલા સંક્રમિત થયા હતા અને તેઓના રીપોર્ટ નેગટીવ આવ્યા હતા. તેઓ 14 દિવસ આઇસોલેશનનો સમય પૂર્ણ કર્યા બાદ ટીમમાં જોડાશે.