‘સાથ નિભાના સાથિયા 2’નો પ્રોમો આઉટ, જેમાં દેવોલિના ગોપી વહુના અંદાજમાં


દેવોલિના ભટ્ટાચારજીનો શો ‘સાથ નિભાના સાથિયા’એ દર્શકોમાં ખૂબ લોકપ્રિય રહ્યો છે અને પ્રેક્ષકોએ તે શો ને ભરપૂર પ્રેમ આપ્યો. તાજેતરમાં જ આ શોનો એક સીન પણ ખૂબ વાયરલ થયો હતો. જે પછી, શોની લોકપ્રિયતા જોઈને, મેકર્સે સીરીયલની બીજી સીઝન લાવવાની ઘોષણા કરી. બીજી સીઝનની જાહેરાત બાદથી ચાહકો ખૂબ ઉત્સાહિત છે.
સાથ નિભાના સાથિયા 2 ટૂંક સમયમાં ચાહકોનું મનોરંજન કરવા જઇ રહ્યો છે. શોનો પહેલો પ્રોમો બહાર આવ્યો છે. વળી, આ વાતની પુષ્ટિ પણ થઈ છે કે આ શોમાં એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચારજી મુખ્ય લીડ બનશે. પ્રોમો શેર કરતી વખતે, દેવોલિનાએ લખ્યું – અમે લોકપ્રિય માંગ પર પાછા આવ્યા છીએ. પ્રોમો વીડિયોમાં દેવોલિના પિંક કલરની સાડી પહેરીને હાથમાં પૂજાની થાળી પકડતી જોવા મળી રહી છે.