રાપર નગરપાલિકા દ્વારા ગટર ડ્રેનેજ રસ્તા રિપેરીંગનો પ્રશ્ર્ન હલ કરવામાં આવ્યો

રાપર: હાલ કોરોના ના કહેર વચ્ચે સમગ્ર દેશમાં લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા પણ વિવિધ પ્રકારના સાફ સફાઈ ના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે ઉપરાંત કચ્છમાં વરસાદની પણ મહેર થઈ છે ત્યારે રાપર નગરપાલિકા ના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી મહેશ્વરી બા જામસિંહ સોઢા એ રાપર નગરપાલિકા ના હદ મા વિવિધ વિસ્તારોમાં જાતે માહિતી મેળવી ને નગરજનોને સતાવી રહેલા વિવિધ સમસ્યાઓ માટે જાતે માહિતી મેળવી હતી જેમાં વરસાદ ના કારણે શહેરમાં મુખ્ય બજારમાં શેરીઓ તેમજ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં રસ્તા તુટી ગયા હતા તે તાત્કાલિક અસરથી રિપેરીંગ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી તો આથમણા નાકા ના શમસાન નજીક આવેલ દુબરીયા વાડી વિસ્તારમાં થી શહેર ની મુખ્ય ગટર લાઈન પસાર થાય છે તે અવારનવાર ખોદકામ તેમજ કચરાના લીધે ચોકઅપ થઈ ગયેલી તે ગટર લાઈન ને તાત્કાલિક અસરથી હિટાચી મશીન દ્વારા ખોદકામ કરી ને નવી પાઈપ લાઈન ફિટ કરાવી કામગીરી પૂર્ણ કરી હતી છેલ્લા સાતેક દિવસ થી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉપરાંત શહેરમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉપરાંત રાપર શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા વકરી રહી છે તે હલ કરવા માટે કાર્યવાહી નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે કારણ કે રાપર પાંજરાપોળ મા  ગામડામાં થી લોકો ઢોરો લઈ ને મુકવા માટે આવે છે પરંતુ રાપર પાંજરાપોળ ઢોરો રાખવાની ના પાડી દે છે એટલે ખડીર પ્રાંથણ રામવાવ સહિત ના વિસ્તારમાં થી આવતા લોકો રખડતા ઢોરો ને રાપર મા મુકી જતાં રહે છે ઉપરાંત રાપર શહેરમાં રખડતા આંખલા અને માલિકીની ગાયો અને અન્ય ઢોરો અંગે ટુંક સમયમાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમજ પીવાના પાણી ની સમસ્યા કાયમી ધોરણે હલ કરવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમ નગરપાલિકા પ્રમુખ મહેશ્વરી બા સોઢા એ જણાવ્યું હતું શહેરના વિવિધ પ્રકારના કાર્યો અંગે ચીફ ઓફિસર મેહૂલ જોધપુરા નગરપાલિકા ના ઉપ પ્રમુખ પ્રવિણભાઈ ઠક્કર. બલવંત ઠક્કર માજી ઉપપ્રમુખ હઠુભા સોઢા મહેશ સુથાર. દિનેશ સોલંકી. કિશોર ઠક્કર. હકુભા સોઢા તેમજ આગેવાનો ભીખુભા સોઢા નિલેશ માલી રમેશ સિયારીયા સહિત ના એ રાત દિવસ કામગીરી પર સતત દેખરેખ રાખી કામગીરી હાથ ધરી હતી