બોલીવુડ સ્ટાર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા, આવ્યા કોરોનાની ઝપટે

મુંબઈ: અર્જુન કપુર અને મલાઈકા અરોરા બન્નેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે પોતાની જાતને હોમ ક્વોરન્ટાઈન કરી લીધી છે.તેમનો રિપોર્ટ ગઇકાલે આવ્યો હતો. પોતાને કોરોના થયો હોવાની માહિતી અર્જુને ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. એક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને અર્જુને લખ્યું હતું કે મારી ફરજ બને છે કે હું તમે સૌને જણાવું કે કોરોનાનો મારો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હું હવે ઠીક અનુભવી રહ્યો છું.

ડોક્ટર્સની સલાહ બાદ મેં મારી જાતને ઘરમાં ક્વોરન્ટાઈન કરી છે. હું સૌના સપોર્ટ બદલ અગાઉથી આભાર માનું છું. સાથે જ સૌને મારી હેલ્થની માહિતી ટૂંક સમયમાં જ આપીશ. બધા માટે ખૂબ જ કપરો સમય છે મને પૂરો વિશ્વાસ છે કે આપણે સાથે મળીને આ વાઈરસને દૂર કરીશું. સૌને ખૂબ પ્રેમ. તો બીજી તરફ કોરોના થયો હોવાનો સ્વીકાર કરતાં મલાઈકાએ કહ્યું હતું કે હા, મારો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મેં પોતાને ઘરમાં ક્વોરન્ટાઈન કરી લીધી છે.