દબાણ હટે છે અને નાનો વર્ગ પણ, પધ્ધર- મીરજાપર દબાણ હટાવા તંત્ર દોડે છે પણ ભુજ હજુ બાકાદ લિસ્ટમાં? મોટાના દબાણ છોડીને નાના ફસાય છે? રોજીરોટી તો શું છત પણ છીનવાય છે

ભુજ શહેરમાં દબાણકારો નું સામ્રાજ્ય ફેલાય છે અને હવે તો સરકારી જમીન પર પણ દબાણ કરતાં પણ અચકાતાં નથી. ત્યારે ભુજની આસપાસના ગામોના દબાણ કરવા માટે વહીવટી તંત્ર દોડતું પહોંચી જાય છે. પરંતુ ભુજ શહેરમાં જ કરવામાં આવતા દબાણ પર વહીવટી તંત્ર કાર્યવાહી કરવામાં ખચડાય છે. અને જો ભાડાની મિલકત પર ગેરકાયદેસર કબ્જો કરવામાં આવે તો જવાબ મળે છે કે અમને ફરિયાદ કે રજૂઆત આવશે તો પગલાં ભરીશું આ તો વળી ક્યાનો ન્યાય.