ટપ્પરમાં ધોળા દિવસે બંધ મકાનને નિશાન બનાવી, તસ્કરોએ 1.81 લાખનો કર્યો હાથ ફેરો

 (ગાંધીધામ) અંજાર તાલુકાના ટપ્પર ગામે ધોળા દિવસે માત્ર ને માત્ર 3 જ કલાકના સમયમાં  તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 1.81 લાખની મત્તાની ચોરી  કરી હતી. તસ્કરીના આ બનાવના કારણે  ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ટપ્પરના રબારી વાસમાં આવેલા રહેણાંક મકાનમાં તસ્કરીનો આ બનાવ ગત તા. 6ના સવારે 10થી બપોરે 2.30 વાગ્યાના આસપાસ  કોઈ પણ સમયે બન્યો હતો’ તસ્કરો બંધ મકાનનાં તાળાં તોડી અંદર ગેરકાયદે ઘૂસયા હતા. તિજોરીનો સામાન અને કાગળિયા વેરવિખેર કરી નાખ્યા હતા. તિજોરીમાં રાખેલા સોનાના ઘરણા  60 હજારની કિંમતની’ સોનાની પોંચી, 40 હજારની કિંમતની સોનાની વીંટી, 40 હજારની કિંમતની એક જોડ સોનાની બુટી, 40 હજારની કિંમતની સોનાની માથાંમાં પહેરવાની બે નંગ પીન, એક હજારની કિંમતના ચાંદીના ચાર નંગ સિક્કા સહિત 1.81 લાખની કિંમતના ડબ્બામાં રાખેલા દાગીના ચોર હરામખોરો તફડાવી ગયા હતા. ગામમાં મીઠાઈની દુકાન ધરાવતા ફરિયાદી મહેન્દ્ર વિશ્રામભાઈ ઠક્કર’ સવારે દુકાને ગયા હતા. બાદમાં તેમના પત્ની અને પુત્ર સામાનની ખરીદી કરવા અંજાર ગયા હતા. આ અરસામાં તસ્કરીના બનાવને અંજામ અપાયો હતો. આ બનાવમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા પોલીસ સૂત્રો વ્યકત કરી રહ્યાં છે. પોલીસે આગળની તજવીજ કરી.