ચેતવણી: કચ્છમાં કોરોના વધુ ઘાતક બની શકે છે

મળતી માહિતી મુજબ: (ભુજ) એપ્રિલ માસમાં જ કચ્છકના ૫ કોરોના પોઝિટિવ કેસને રજા મળી હતી ને 1નાં મોત પછી એક્ટિવ કેસમાં ઝીરો બની ગયો હતો અને ત્યાર બાદ એક તબક્કે મોટી રાહત થઇ હોવાનો સૌએ હાશકારો પામ્યો હતો, પરંતુ પછીની જાણે ભાગ્યે જ કોઇને કલ્પના હશે કે કચ્છમાં ચાર મહિનામાં કોરોનાનો કહેર એટલો વધી જશે કે આંકડો આશરે 1.50 હજારને આસપાસ પહોંચી જશે અને અત્યારે બેકાબૂ બનતી રોજેરોજની સ્થિતિ જોતાં’ ગંભીર આંકડા બહાર આવતા દેખાય છે. એ લાલબત્તી સમાન છે. અનલોક-3માં મળેલી વધુ પડતી છૂટછાટોનું પરિણામ કચ્છ જિલ્લા માટે જોઇએ તો વધુ ઘાતક બની શકે તેવું તારણ સામે આવે છે. સોશિયલ ડિસ્ટન્સના ઊડતા ધજાગરા, માસ્કની બેદરકારી અને પોઝિટિવ કેસ હોવા છતાં પણ લોકોની વચ્ચે રહીને એક જીવતા બોમ્બની માફક ફરતા લોકો જો હવે ગંભીરતા નહીં દાખવે તો કચ્છમાં આવનારા દિવસોમાં મોતનું પ્રમાણ વધી શકે છે તેવી ભીતિ દર્શાવાઇ છે. એપ્રિલ બાદ મે મહિનામાં’ પોઝિટિવ દર્દીઓનો શરૂ થયેલો સિલસિલો હવે બંધ થવાનું નામ નથી લેતો અને એક નહીં બે આંકડામાં રોજ આવતા દર્દીઓના કિસ્સાને પગલે સંક્રમણ પણ બેફામ વધારી રહ્યું છે. કલેક્ટર કહે છે, ઢીલાશ નથી : કચ્છના કલેક્ટર પ્રવીણા ડી.કે.ને પૂછતાં તેમણે સૌથી પહેલાં તો એક જ જવાબ આપ્યો કે, કેસ માત્ર કચ્છમાં નહીં ગુજરાત, સમગ્ર દેશમાં વધી રહ્યા છે. મૃત્યુનું પ્રમાણ વધી શકે છે : કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે તો ખૂબ જ ગંભીરતા રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, કચ્છમાં પોઝિટિવ વ્યક્તિઓ સંક્રમણ?ફેલાવી રહ્યા છે કારણ કે સામાન્ય શરદી-ઉધરસ છે એવું માનતા લોકો પોઝિટિવ નીકળે છે અને ચાર-પાંચ દિવસમાં અનેક લોકોના સંપર્કમાં આવી ગયા હોય છે. જે વ્યક્તિને શરદી-ઉધરસ છે તેઓએ અન્ય પરિવારના સભ્યોથી અને તેમાંય વડીલોથી દૂર રહેવું જોઇએ.અત્યારથી શરદી-ઉધરસ એ બધાને સામાન્ય ન હોઇ શકે કારણ કે આવા લોકો ન મટે ત્યાં સુધી ઘરની દવા કે સામાન્ય દવા લેતા હોય. આખરે તપાસ કરાવે તો કોરોના નીકળે છે. હવે આટલા દિવસોમાં પોતાના ઘરના કે અન્ય નજીકના કેટલાયને મળ્યા હોય છે.આવી વ્યક્તિનું ઇન્ફેક્શન ઘાતક બની શકે છે. તેમાંય યુવાનો તો સુપર સ્પ્રેડર છે. યુવાનોને કોરોના અસર ઓછી કરી શકે છે પણ?તે ઘરના વડીલના સંપર્કમાં હોય તો એ મોટી ઉંમરવાળી વ્યક્તિ માટે જીવલેણ સાબિત થાય છે.શરદી-ઉધરસવાળી વ્યક્તિઓ કે યુવાનો અલગ રૂમમાં રહે. સંપર્ક ટાળે, ચાર-પાંચ દિવસ ખૂબ જ મહત્ત્વના-જોખમી હોય છે. પછી ન્યુમોનિયા થાય ત્યારે સાત-આઠ?દિવસ નીકળી જાય છે એટલે બચાવવાનું કામ અઘરું બને છે.આ અકે ચેપી વાયરસ છે. સારવાર સમયસર ન લેવાથી તો ઘાતક સાબિત થાય છે. તેમણે દરેક કચ્છી લોકોને અપીલ કરી હતી કે, ક્યાંય કોઇ બેદરકારી ન દાખવો. સામાન્ય બીમારી ભલે હોય પણ સારવાર લઇ?લ્યો. લોકોથી-ઘરના અન્ય સભ્યોથી દૂર રહેવું જ સલાહભર્યું છે.ગામડામાં બેદરકારી જોખમીસૌથી ગંભીર દૃશ્યો તો ગામડામાં જોવા મળે છે. શહેરી વિસ્તારમાં હજુ થોડા ઘણા નિયમોનું પાલન થાય છે, પરંતુ ગામડાના લોકોમાં જાગૃતિનો અભાવ હોય કે પછી અજ્ઞાનતા આ બીમારીને સામાન્ય સમજી ભગવાન પર ભરોસો રાખવાની વાત પણ જોખમી સાબિત થઇ શકે છે.સવાર પડે ને ગ્રામ્ય વિસ્તારના બસ સ્ટેન્ડ ઉપર, ચાની રેંકડી-હોટલોમાં ખુલ્લેઆમ સામાજિક અંતરના ધજાગરા ઊડતા જોવા મળે છે. મોટાભાગના ગામડામાં માસ્ક પહેરવાનું લોકો ટાળે છે અને સૌથી ગંભીર બાબત એ છે કે હાથ મિલાવવાને બદલે નમસ્તેની હજુ આદત પાડવામાં જ નથી આવી. અબડાસાના મોથાળા ગામના નાનકડા એક વેપારી રાજેશગિરિ ગોસ્વામી કહે છે કે, સાચી વાત છે. ગામડામાં જાગૃતિનો ખૂબ જ અભાવ છે. જેમ અગાઉ ચાલતું હતું એમ જ ચાલે છે. એકબીજાથી દૂર રહેવાની જાણે કોઇને ખબર જ નથી.અમે વેપારી છીએ, જે ગ્રાહક આવે પહેલાં તો હાથ મિલાવે પછી જ ખરીદી કરે છે. સમજાવીએ છીએ તો નારાજ થઇને ચાલ્યા જાય. આવામાં જવું ક્યાં તે એક મોટો પ્રશ્ન છે. હવે જે સમજે છે તે સેનિટાઇઝર રાખે પણ નથી સમજતા એ તો હાથ મિલાવે, સાથે ચા પીતા હોય… આવું બધું ચાલ્યા જ કરે છે.તો સંક્રમણનો ફેલાવો અટકે કચ્છમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વકરી રહ્યું છે તેની પાછળ લોકજાગૃતિનો અભાવ, નિયમ પાલન કરાવવામાં તંત્રનું ઢીલું વલણ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યાનો મત ભુજના જાણીતા તબીબ ડો. પી. એન. આચાર્યએ વ્યક્ત કર્યો છે. ડો. આચાર્યએ કહ્યું કે, સામાજિક અંતરનું ક્યાંય પાલન થતું હોય તેવું દેખાતું જ નથી. વળી કવોરેન્ટાઇન નિયમોનો અમલ કરાવવામાં તંત્ર જોઇએ તેટલી કડકાઇ દાખવતું નથી. બસ, રિક્ષા જેવા ખાનગી વાહનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતું હોવાના લીધે પોલીસ તંત્રે પણ આ મુદ્દે કડક બનવાની જરૂર છે, તો એક તબીબ તરીકે તેમણે સામાન્ય શરદીમાં પણ સારવાર લેવાની સલાહ આપી હોમ આઇસોલેશનની અમલવારી પણ યોગ્ય રીતે થાય તે જોવા પર ભાર મૂક્યો હતો. ઊમટતી ભીડ જોખમી ભુજના જાણીતા એડવોકેટ દર્શક કિશોરચંદ્ર બૂચે પણ સંક્રમણ વધવા પાછળ પ્રજામાં જાગૃતિનો અભાવ અને મહામારી પ્રત્યે જોઇએ તેટલી ગંભીરતા ન દાખવાતી હોવાની બાબતને મહત્ત્વનું પરિબળ ગણાવી કોરોનાથી ડરવાની નહીં, પણ સંક્રમણ ફેલાતું અટકાવવા માટે તંત્ર દ્વારા જારી કરાતી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેને જરૂરી ગણાવી હતું. શ્રી બૂચે કહ્યું કે, તહેવારના દિવસોમાં હરવા-ફરવાના સ્થળોએ ઊમટતી ભીડ જોખમી પુરવાર થઇ શકે તેમ હોવા છતાં લોકો બેરોકટોક અહીં ઊમટી રહ્યા છે, ત્યારે આ સ્થળોના સંચાલકોએ ખોટી ભીડ એકત્ર ન થાય તેની ખાસ કાળજી લેવી જોઇએ. આરોગ્ય ચકાસણી કરો શાકભાજીનું વેચાણ કરતા કાછિયાઓ, બસ સ્ટેશનમાં આવેલી કેન્ટીનમાં કામ કરતા ફેરિયાઓ ઉપરાંત અન્ય પરચૂરણ કામ કરતા નાના વેપારીઓ, દૂધવાળા સહિત સુપર સ્પ્રેડર બની શકે તેવી આશંકા સાથે તેમના નિયમિત આરોગ્યની તપાસણી થવી જરૂરી હોવાનો મત ગાંધીધામના જાગૃત નાગરિક રતિલાલ ગોવિંદ પરમારે વ્યક્ત કર્યો હતો. ક્યાંક ને ક્યાંક કોરોનાનું સંક્રમણ ફેલાવતું અટકાવવા માટે નિયમિતપણે આરોગ્યની ચકાસણી કરાવાય તો આ કોરોના સંક્રમણ પર અંકુશ લાવી શકાશે તેવું સ્પષ્ટપણે જણાવ્યુ હતું.