જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ હથિયારો સાથે 2 આતંકીઓ પકડ્યા

મળતી માહિતી મુજબ: (જમ્મુ કશ્મીર) જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. ટ્રકથી કાશ્મીર જઇ રહેલા 2 આતંકીઓની સુરક્ષા દળોએ કુલગામની જવાહર ટનલ પાસે ગઇકાલે મોડી રાત્રે અટક કરી હતી. તેમની પાસેથી એકે-47 રાયફલ, આઈઈડીથી ભરેલા બોક્સ કબ્જે કર્યા છે. સુરક્ષા એજન્સીઓએ તેમની પૂછપરછ હાથ ધરી હતી. ઝડપાયેલા બન્ને આતંકીઓ સ્થાનિક છે. તેમની ઓળખ શોપિયા જિલ્લાના છોટીપોરાના બિલાલ અહમદ કુટ્ટે અને શાહનવાઝ અહમદ મીર તરીકે થઇ છે.
રાજસ્થાન સીમા પર બીએસએફે બે ઘુસણખોરોને ઠાર કર્યાં
રાજસ્થાનના ગંગાનગર પાસે સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના સૈનિકોએ સશસ્ત્ર તસ્કરોની ઘુસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી હતી અને ઘટનાસ્થળે જ તેમને ઠાર કરાયા હતા. માર્યા ગયેલા ઘુસણખોરો પાસેથી હથિયાર, દારુગોળા, ડ્રગ્સ અને પાકિસ્તાની કરન્સી જપ્ત કરી હતી.